સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરીયા,ડીએપી કે બીજા કોઈ પણ પ્રકારના રસાયણિક ખાતરો તેમજ રસાયણિક ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. પાક ના પોષણ માટે છાણીયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે.હું મારા ફાર્મ ની અંદર જીવિક પ્રવાહી ખાતર બનવું છુ અને તેના થી મને ઉત્પાદનમાં અને બજારમાં મળતા કેળ અને પપૈયા ના ભાવ માં પણ ફાયદો થયો છે .
સજીવ ખેતીની પેદાશો પોષણ યુક્ત હોય છે. એમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને વિટામીન હોય છે.
તેમાં વધુ વિટામીન અને જીવન શક્તિ આપતા તત્વો હોય છે. દા.ત. સજીવ ખેતીની પેદાશોમાં રસાયણિક ખેતીની પેદાશોની સરખામણીમાં ૬૩% વધુ કેલ્શિયમ, ૭૩% વધુ લોહતત્વ, ૧૧૮% વધુ મોલીબ્ડેનમ, ૯૧% વધુ ફોસ્ફરસ, ૧૨૫% વધુ પોટેશિયમ અને ૬૦% વધુ જસત હોય છે.
મારા વહાલા ખેડૂત મિત્રો ને મારી વિનતી છે કે તેઓ પણ સજીવ ખેતી ની મહત્વ સમજે અને આવનાર સમયમાં જમીનને રસાયણ મુક્ત બનાવી પર્યાવરણની જાળવણી માટે ઉપયોગી બનીએ .
મારા વહાલા ખેડૂત મિત્રો ને મારી વિનતી છે કે તેઓ પણ સજીવ ખેતી ની મહત્વ સમજે અને આવનાર સમયમાં જમીનને રસાયણ મુક્ત બનાવી પર્યાવરણની જાળવણી માટે ઉપયોગી બનીએ .

